લંબચોરસ Premier ચક
ચોકસાઈવાળા સરફેસ ગ્રાઇન્ડિંગ માટે ફાઇન પોલ પરમેનન્ટ ચક
મેગ્નેટિક ચક સ્ટીલના વર્કપીસને મશીન ટેબલ પર સપાટ પકડી રાખે છે. લીવર ફેરવો એટલે પાર્ટ લોક થઈ જાય છે. વ્હીલના રસ્તામાં કોઈ ક્લેમ્પ આવતા નથી, એટલે આખી સપાટી એક જ પાસમાં ગ્રાઇન્ડ થાય છે અને પાંચ ફેસ ખુલ્લા રહે છે.
અમે સરફેસ ગ્રાઇન્ડર માટે રેક્ટેન્ગ્યુલર ચક અને રોટરી ગ્રાઇન્ડર તથા લેથ માટે સર્ક્યુલર ચક બનાવીએ છીએ, N35 નિયોડિમિયમ મેગ્નેટ અને ઘણી વાર રિગ્રાઇન્ડ થઈ શકે તેવી જાડી ટોપ પ્લેટ સાથે. ઇલેક્ટ્રોમેગ્નેટિક અને મલ્ટિકોઇલ ચક ગ્રાહકની સાઇઝ મુજબ બને છે. Maxx-Demag બેન્ચ યુનિટ ગ્રાઇન્ડિંગ પછી પાર્ટમાં રહી ગયેલું મેગ્નેટિઝમ કાઢી નાખે છે.
સેટઅપ સેકન્ડોમાં થાય છે. આખી પ્લેટ પર પકડ એકસરખી રહે છે, ઓપરેટર પ્રમાણે ફેર પડતો નથી અને ક્લેમ્પના દબાણથી વળાંક આવતો નથી. પાર્ટ હલી કે ધ્રૂજી શકતો નથી, એટલે ફિનિશ સારી મળે છે અને વ્હીલ લાંબું ચાલે છે.
પરમેનન્ટ ચકને પાવર જોઈતો નથી અને પાવર કટમાં તેની પકડ છૂટતી નથી. નાના અને પાતળા પાર્ટ માટે ફાઇન પોલ પિચ અને મોટા પાર્ટ માટે સ્ટાન્ડર્ડ પિચ પસંદ કરો. અમારી ગાઇડ જુઓ: મેગ્નેટિક ચક કેવી રીતે પસંદ કરવો.