પરમેનન્ટ મેગ્નેટિક લિફ્ટર

હેન્ડ લીવર લિફ્ટિંગ મેગ્નેટ, 100 kg થી 6,000 kg

  • બાર મોડેલ, Maxx-100 થી Maxx-6000
  • દરેક યુનિટ સેફ વર્કિંગ લોડના ત્રણ ગણા પર ટેસ્ટ કરેલું
  • લોક થતું હેન્ડ લીવર ભૂલથી લોડ છૂટતો અટકાવે છે
  • બે પોલવાળો ફેસ ફ્લેટ અને ગોળ મટીરિયલ પકડી રાખે છે
  • નિયોડિમિયમ મેગ્નેટ, પાવર નહીં, મેન્ટેનન્સ નહીં
  • ત્રણ વર્ષની ગેરંટી

ઓવરવ્યૂ - પરમેનન્ટ મેગ્નેટિક લિફ્ટર

એક વ્યક્તિ, એક લીવર, સ્લિંગ નહીં

  1. 1લિફ્ટરને લોડ પર મૂકો
  2. 2હેન્ડલ ON કરો
  3. 3ઉપાડો અને નીચે મૂકો
  4. 4છોડવા માટે પાછું ફેરવો
સ્ટીલ પ્લેટ હેન્ડલ
કામ કરતું Maxx લિફ્ટર. હેન્ડલના એક વળાંકથી લોડ પકડાય છે, અને પાછું ફેરવવાથી છૂટી જાય છે.

લિફ્ટરને લોડ પર મૂકો અને હેન્ડલ ફેરવો. મેગ્નેટિક ફીલ્ડ સ્ટીલમાં જાય છે અને લોડ પકડાઈ જાય છે. ઉપાડો, ખસેડો, નીચે મૂકો, હેન્ડલ પાછું ફેરવો. લોડ છૂટી જાય છે અને લિફ્ટર આગળના લોડ માટે તૈયાર છે.

કોઈ પાવર સપ્લાય નથી, એટલે લાઇટ જાય તો પણ પકડ છૂટતી નથી. હેન્ડલ ON પોઝિશનમાં લોક થઈ જાય છે. ગોળ લોડનું રેટિંગ ફ્લેટ લોડ કરતાં અડધું હોય છે, અને પૂરા રેટિંગ માટે દરેક મોડેલની પ્લેટની ઓછામાં ઓછી જાડાઈ નક્કી છે. પૂરું ટેબલ ટેકનિકલ ડેટામાં છે.

ફેબ્રિકેશન શોપ, ટૂલ રૂમ, સ્ટીલ યાર્ડ અને સ્ટોરમાં મશીન લોડ કરવા અને પ્લેટ થપ્પી કરવા માટે વપરાય છે.

ટેકનિકલ ડેટા

મોડેલફ્લેટ લોડ (kg)જોબની ઓછામાં ઓછી જાડાઈ (mm)ગોળ લોડ (kg)પુલ સ્ટ્રેન્થ (kgf)લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ (mm)હેન્ડલ (mm)વજન (kg)
Maxx-100100155030092 x 62 x 691553
Maxx-20020020100600122 x 62 x 691554.5
Maxx-30030020150900160 x 95 x 952009.5
Maxx-400400252001200160 x 95 x 952009.5
Maxx-600600303001800210 x 120 x 12023020
Maxx-10001000405003000260 x 150 x 14025540
Maxx-15001500457504500340 x 150 x 14025545
Maxx-200020005510006000350 x 175 x 17532060
Maxx-300030006015009000440 x 175 x 17538090
Maxx-4000400075200012000520 x 175 x 175550150
Maxx-5000500085250015000600 x 230 x 215600230
Maxx-60006000100300018000600 x 270 x 265700300

ડિસ્પેચ પહેલાં દરેક લિફ્ટર તેના સેફ વર્કિંગ લોડના ત્રણ ગણા લોડ પર ટેસ્ટ થાય છે. ગોળ લોડનું રેટિંગ ફ્લેટ રેટિંગ કરતાં અડધું છે. જોબનું વધુમાં વધુ તાપમાન 80 deg C.